History

સન્માનપત્ર (તા.: ૨૫-૧૧-૨૦૨૨)


...

"નારીરત્ન' માનનીય હસુમતી ડાહ્યાભાઈ મિસ્ત્રી

જન્મ તા. ૦૨-૦૯-૧૯૩૧

આપ શ્રી સમસ્ત પંચોલી સમાજમાં પ્રથમઅનુસ્નાતક પણિલા છો. આપેધિર્થી શિક્ષક સનત, સંસ્કૃત પરિચયવેનમજ ચિત્રકલાના ક્ષેત્રે પ્રમાણપત્રો મેળવ્યા છે. આપેકરશીદિર્ક્સવિયાન રમતગમત અને સાંસ્કૃતિકક્ષેત્રે અગ્રક્મ પ્રાપ્તકર્યીછે. આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધામાં શ્રી મોરારજીદેસાઈના હસ્તે દ્વિતીય પારિતોષિક પ્રાપ્તકરેલછે. તેમજશો. સર્વપલ્લી રાધાકૃષ્ણના ના વરદ હસ્તે હસ્તકળામાં તૃતીય પારિતોષિક પ્રાપ્તકરેલછે. સામાજિક ક્ષેત્રે પણ આપે મહિલાનું અનિર્તિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ નિમિતે આ સન્માન પત્ર આપને, સપ્રેમ અર્પણકરતાં શ્રી પંચોલી સેવા સમાજ - મુંબઈ, ગર્વ અનુભવે છે.

વ્યક્તિગત જીવનરેખા

આપનો જન્મ ગાર્ગડી મુકામે શ્રાવણવદ ૧૨ ને ગુરુવારના. ૦૨-૦૮-૧૯૩૧ ના દિને યુનીલાલ શહાભાઈજીપરની અને નર્મદાબેન ના મધ્યમવર્ગીય સંસ્કારી પરિવારમાંથયો. લ્યાર્બાદ સમયની રુકાર નીતી અને મુંબઈમાં આપના અભ્યાસનો આરંભથયો. અભ્યાસ ક્ષેત્રે વિવિધવિદ્યાઓમાં અભિનંદનીય કારકિર્દી પ્રાપ્તકરી. આપે ૫ વર્ષ પ્રાથમિક શાળા માં ૧ વર્ષ માધ્યમિક શાળા માં અને ૩૪ વર્ષ મુંબઈની વિદ્યાવિહાર સ્થિત એસ. કે. સોમૈયાકોલેજમાં પ્રાધ્યાપિકાતરીકે ની સેવા આપી નિવૃત્તથયા છો.

સ્મરણીય સામાજિક ક્ષેત્ર

૧૯ વર્ષે લગ્નજીવનનો શુભારંભકરી ૨૫ અને ૨૪ મે વર્ષે બે પુત્રોની માતા બની સાંસારિકજીવન માં સમાજરત્ન શ્રી શહાભાઈ કુલીનદાસ, જિજ્ઞના ધર્મપત્ની અને જીવનસંગિનીની ભૂમિકા મંગલમય રીતે પાર પાડી. સાથે જ આચાર્ય વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણનાભાવો. ઉંડા મનોમંથન સાન્નિધ્યમાં સોમૈયા ટ્રસ્ટ આયોજીત જ્ઞાનમંડળ, આધ્યાત્મિકતેમજ સામાજિક ક્ષેત્રસમૂહતન, સ્ત્રીરોગ, અનેતબિલ્ડીયાશિબિરોમાં પરિચારિકાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક અદાકરેલછે. અને સાંસ્કૃતિકકાર્યક્રમનું સંચાલન કુશળતાપૂર્વક કરેલછે. સાદગીને નમ્રતાપૂર્વક મહામંત્રના કાર્યમાં પણ સ્થાપનાના આરંભથી આજપર્યંત ઉત્સાહથી સક્રિય કાર્યકરતરીકે સહભાગી બની રહ્યાછે. શ્રી પંચોલી ભગિની પુન: સ્થાપના કરી એની પ્રવૃત્તિઓમાં પ્રાણપુર્યાં. આદિવાસર ગ્રુપની સ્થાપના નો શુભારંભકરી યુવક- યુવતીઓમાં સ્ફૂર્તિનુ અરઘ્ય વહેતું કર્યું છે. એઓના પ્રેરણાસ્ત્રોત બન્યા છો.

સ્મરણીય સામાજિક જીવનરેખા

  1. શ્રી પંચોલી ભગિની સમાજ મુંબઈની સ્થાપના
  2. શ્રી પંચોલી ભગિની સમાજ મુંબઈની પુન: સ્થાપના
  3. શ્રી પંચોલી સેવા સમાજની સ્થાપનામાં સહભાગી
  4. આજીવન સભ્યપદની યોજનામાં સહભાગી.
  5. શ્રી પંચોલી સમાજની રજતજયંતિ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનુંસંચાલન-આયોજન.
  6. શ્રી પંચોલી સેવા સમાજની સનિષ્ઠ સેવકોના સન્માનનો આરંભ ૧૯૭૫ માં સન્માન
  7. શ્રી પંચોલી સેવા સમાજ મુંબઈ, લેડી ડોસીટલમાં મેડીકલચેકઅપના સ્પોન્સર.
  8. શ્રી પંચોલી કેળવણી ઉતેજક ફંડના પાયામાં પુરાશ.
  9. શ્રી પંચોલી મહામંડળની સ્થાપના સમયે પ્રદર્શન-સ્પર્ધામાં પ્રથમ વક્તાનુ સ્થાન.
  10. શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ સમૂહલગ્ન યોજના માં સહભાગી સુરત મુકામે.
  11. શ્રી મૈત્રી નિવન માં પ્રતિનિધિઓને સહભાગી કરવા - વિદ્યાર્થીઓને અભિનંદન.
  12. રાજપીપળા મુકામે અપરણિત યુવક યુવતીઓના મેળામાં ઉદ્ઘાટકનું સ્થાન.
  13. વડોદરામાં સમન્વયમાં મુખ્ય સ્પોન્સર.

આપણા સમાજરત્નોના નામ સાથે આપશ્રીનું નામ અવશ્ય નોંધપાત્ર બનેછે. આપશ્રીનું સરળ વ્યક્તિત્વ, સુરેખવિચારસરણી, પ્રચંડ આત્મશક્ધા, પ્રખર વકતૃત્વ, સંગીન આયોજન શક્તિ, નૈતિક મૂલ્યોના પ્રહરી, દર્દસંવેદ્ય છતાંપેવદિલીયા સમાજસેવાના ઉદ્દષ્ટ કાર્યો વડે આપે સંસ્થાને અને સમાજનેગૌવિંક બનાવેલછે. એટલે આજના શુભપ્રસંગે આપને ''સારીરત્ન'' નાં બિરુદથી અભિવાદન કરતાં અમોને અનહદ આનંદથાયછે.

પ્રભુ આપને દીર્ઘાયુ અને તન-મનની તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના સાથે આ સંસ્થાને આપની સેવામય પ્રતિભાથી પ્રભાવિત કરતાં રહેશો એજ અભ્યર્થના.


...

'સમાજરત્ન' સ્વ. શ્રી ડાહ્યાભાઈ દુર્લભદાસ મિસ્ત્રી

આપની પ્રત્યેક્ષકદકમાં, હર શ્વાસમાં સમાજનો વાસ હતો. વાડાબંધી તોડી સંસ્થાને સાર્વત્રિક સ્વરૂપ આપનાર યુવાપેઢીના પ્રેરણાસ્ત્રોત, વડીલ પેઢીના સંયોજક, વિધવા નારીને અભ્યક્ષા બનાવી નારી સન્માન પ્રવર્તક, નારી સ્વાતંત્ર્યના ચાહક, મહામંડળના પાયાના ઘડવૈયા, ''પંચોલી ઈતિહાસ'' ના સંશોધક, નવયુગના નિર્માતા, વિવિધ બંધારણના ઘડતરમાં અમૂર્વ યોગદાન આપનાર, દીર્ઘદૃષ્ટા, રજત- સુવર્ણજયંતી ની ગાથાના લેખક આમ બહુરંગી પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ ધરાવનાર સદ્ગુણ વ્યક્તિ સમાજ ક્ષેત્રે સમાજરત્ન બની નવાજાયા.

ક્રાંતિકારી વિચારધારા, સર્જનાત્મકશીલી, રચનાત્મક કાર્યપદ્ધતી ઉપર આપનું અજોડ પ્રભુત્વ હતું. સમાજ અને મહામંડળને ક્ષેત્રવિવિધ સ્થાનોની ઉત્તમ ભૂમિકા નિષ્ઠાપૂર્વક પાર પાડી. વિવિધ સામાજીક કંડો, સ્માકરનિધી, સેવાસ્કૂલ ટ્રસ્ટ વગેરેની રૂપરેખા તૈયાર કરવાનું કૌશલ્ય આપને હસ્તગત હતું. સમાજ ઉપયોગી કાનૂની કાર્યવાહીના આપ સુક્ષ્મ અભ્યાસુ હતા. આજે આપની કાયા નથી પણ છાયા અમૃત બની સમાજ મંચે શિરાજમાન છે.

...

'સમાજરત્ન' સ્વ. શ્રી છગનલાલ ઘેલાભાઇ મિસ્ત્રી

પ્રતિભાશાળી વ્યક્તિત્વ, બુદ્ધિજી અવાર્જ, તન-મન અને ધન થી આજિવન નિસ્વાર્થ સેવાભાવી સેવક ‘સમાજરત્ન’ શ્રી છગનલાલ ઘેલાભાઇ મિસ્ત્રી શ્રી પયોણી સેવા સમાજ, મુંબઈના પ્રમુખ અને ખજાનચી તેમજ શ્રી પયોણી સેવા સમાજ મહામંડળના પ્રમુખ અને મહામંડળની રચના માં જેમણે અહમ પરિશ્રમ કર્યો. મુંબઈ મહામંડળ અને સમાજ કલ્યાણ ફંડ ની બાહારણાં પાયાંના ઘડવૈયા, મુંબઈના “તાણામંત્રી’’ નું બિજુર પામનાર, નીતિ નવી આર્થિક યોજના ના નિર્માતા, અંતઃખમીર અને ખમહાનાં થી એમણે સામાજિક વિલક્ષણતાને જીવનમાં ઉદ્દશ્ય બનાવી લીધું. પતી પ્રત્યેની સ્નેહભરતા, માતા પ્રત્યેનો વાસ્તલ્યભાવના, પિતા પ્રત્યેનો પૂજ્યભાવ દાન પ્રવૃત્તિ દ્વારા પ્રગટિતદકરી, શ્રી પયોણી સેવા સમાજ, મુંબઈ ની માતબર આર્થિક સહાય દ્વારા સેવાના વિવિધક્ષેત્રોને આવરી લેતું “લીલાવતી છગનલાલ મેમોરિયલ ટ્રસ્ટ’’ સોપી સમાજની ગરિમા વધારી નું પ્રથમ કસોટી મુંબઈક્ષેત્રનું સેવા કાર્ય ‘‘દિલનીરોજા’’ હોય એ જ કરી શકે. એટલું જ નહિ મકાનધાર માટે પણ માતા-પિતાના સ્મરણરૂપે ટ્રસ્ટ સ્થાપી જીવનદેન ધન્ય ધન્ય કથ્યો ‘‘થવાતો’’ ઈશ્વર બધું જ સાચું કરે એ એમના જીવનમંત્ર હતા. “કર કરો’’ કિરણ આશા ન રામનાર આ મહાવીર ગીતોના પ્રખર અભ્યાસી અને અનુયાયી હતા. સમાજના પગરણો પર સદાય એમના પગલાં વંદનીય અને અનુસરણીય રહેશે.


સન્માનપત્ર (તા. : ૧૦-૧૧-૨૦૧૩)

...

'સમાજરત્ન' સ્વ. જમનાદાસ ભગવાનજી પંચોલી

સ્વ. તા. ૦૧-૦૨-૨૦૧૩

જીવનનો સાચો મર્મ, ધર્મ અને કર્મના સાચા પ્રહરી એટલે "બાપુ"ના નામથી સૌના હૃદયમા વસેલ જમુભાઈ સમાજના આધારસ્તંભ હતા.શૂન્યમાથી સૃષ્ટિ સર્જવાનો અભિગમ અને ઉજ્જવળ ભાવિની નવરચના એ એમનો કસબ હતો. પંચોલી સમાજના ભામાશા, કર્ણજેવાદાનવીર અને ટાટા અને બીરલાનુ બિરુદ સાર્થકકરનારનોદાનનો પ્રવાહ અવિરત હતો. જમણા હાથે અપાતુંદાન, ડાબા હાથને પણજણાતું નહિ આવા હતા માનવતાના પૂજારી. એ નિમિત્તે આ સન્માન પત્ર આપને અર્પણકરતાં શ્રી પંચોલી સેવા સમાજ-મુંબઈ અત્યંત ગર્વ અનુભવશે.

વ્યક્તિગત જીવનરેખા

આપનો જન્મ ઘનોરી મુકામે માતા પાર્વતીબેન અનેપિતા ભગવાનજીના સંસ્કારી પરિવારમાંથયો હતો. આપના પિતાશ્રીએ મુંબઈમાં સ્થળાંતર કર્યું ત્યારે પાંચ ભાઈઓ અનેત્રણ બહેનોના પરિવારમાં આપેકુશાગતા અને સતત જહેમતથી વિકરાની રેખાના પગરણ માંડ્યા - પ્રભુના સાથે આપની ઉત્તરોત્તર પ્રગતિથતી રહી અને પરિવારને વીરમતીબેનના સાથ સહકારે નંદનવનસમું બનાવ્યું. પુત્ર ભુપેન્દ્ર, પુત્રીજ્યોત્સના અનેઈલા એમત્રણ સંતાનોના ઉછેરમાંઉચ્ચત્તમશિક્ષણનાં બીજ વાવ્યા.

સામાજિક ક્ષેત્ર

ઈ.સ. ૧૯૬૨માં સમગ્ર પદવાલી સમાજને એકસુત્રે બાંધવા માટે મહામંડળ જેવી સંસ્થારચવાનોવિચાર સમાજના કેટલાક મહાનુભાવોને આવ્યો હતો, તેમાનાં એક અગ્રણી મહાનુભાવ આપ હતા.સંજોગોવશાત પ્રાથમિકશિક્ષણ પૂર્ણ ન કરી શકેલા જમુભાઈ ફરનીચરના વ્યવસાયમાં અગ્રગણ્ય સફળતા મેળવી. અને લક્ષ્મીજીની કૃપાથી સમાજના ઉદારદાતા બન્યા. મહામંડળ બે લાખ રૂપિયાનું માતબરદાન આપી વિઘવા-નિરાધાર ફંડની સ્થાપના કરી. વામનમાંથીવિરાટ બનેલ આપ સ્વભાવે સરળ વિવેકી અને નિરાભિમાની હતા.હૈયે અપાર અનુકંપા સમાજનું કાઈપણ અંગ નબળું રહે એ એમને ન પોસાય. એમણેજરૂરતમંદને માટે વર્ષોથી અન્નદાનની યોજના કરી હતી. ઉનાઈ ધર્મશાળા, ગણદેવીની વાડી વગેરેની નવરચનામાં પ્રાણ પૂર્યો. બીલીમોરા માં દ્વારકાધીશ મંદિર, જલારામ મંદિરઅનેગાયત્રી મંદિરના બાંધકામ માં એગ્રેસરરહ્યા. મુંબઈ સેવા સમાજ કે મહામંડળના કાર્યમાં સ્થગિતતાજણાતાંતરત જ કુનેહપૂર્વક અગ્રણી બની, યોગ્યરીતે સૂકાન સંભાળી સૌને એકતાંતણે બાંધવાની અજબ કળાના કલાકાર અને વ્યક્તિ પારખવાની અનોખી સુઝ ધરાવતા હતા.

અસ્મરણીય સામાજિક જીવનરેખા

  1. શ્રી પંચોલી સેવા સમાજ મુંબઈ અને મહામંડળના પાયાના ધડવૈયા.
  2. સમાજની વિવિધ યોજનાઓના દૃષ્ટા અને સહભાગી.
  3. સમગ્ર સમાજના દુઃખે દુ:ખી, અનેદાનના દાતા.
  4. સમાજની વાડીઓની પુનર્રચના અને મંદિરના શિલ્પી.
  5. મુરબ્બીઓના મિત્ર, સૌના સાથી અને સાલસ ઉધ્ધારક.
  6. સામાજિક પ્રવૃત્તિઓના ખંતીલા આયોજક.
  7. સ્પષ્ટ વક્તાઅને વિનમ્ર માર્ગદર્શક.
  8. અડગ વ્યક્તિત્વઅનેખમીરવંત સ્વભાવ.
  9. સૂક્ષ્મ દૃષ્ટિ અને સેવાના આગ્રહી.
  10. કુશાગ્ર બુધ્ધિ,ચાતુર્યઅનેચાણકયની વિચારધારા.
  11. અનેક સામાજીક હદાઓને શોભાવનાર અદ્ભુત માનવ.
  12. નીડર, સાહસિક, અનેધૈર્યવાન તેમજ અડગતાના આગ્રહી.

આપશ્રીના દૈદિપ્યમાન વ્યક્તિત્વ, સરળ વિચારધારા, પ્રચંડ આત્મશ્રધ્ધા, સિધ્ધાંત પ્રિય છતાંખેલદિલ, ઉચ્ચ નૈતિક મૂલ્યોના પ્રહરી અને પાયાના સમાજ ચેતક હતા. આજના આ શુભપ્રસંગે આપનું "સમાજ રત્ન" ના ખિતાબથી આભિવાદન કરતાં અમોને અનહદ આનંદથાયછે.

શુન્યમાંથી સૃષ્ટિના સર્જક, ધર્મિષ્ઠ, સ્વનું શ્રેષ્ઠ સમાજને અર્પણકરનાર. આપનો આત્મા અનંતમાં વિલીન થયો હોય પરંતુ આપ સામાજિક સત્કાયૉદ્વારા સદાયે સમાજમાં ચિરંજીવ રહેશો. આપજે સંસ્કારનાં બીજ અંકૂરિત કર્યા છે એની સુવાસ સદાયે સમગ્ર વાતાવરણમાં પ્રસરે.

આત્માને શાશ્વત શાંતિ લાભે, એજ સૌની પ્રભુ પ્રાર્થના.


સન્માનપત્ર (તા. : ૧૦-૧૧-૨૦૧૩)

...

'સમાજરત્ન' સ્વ. શ્રી પરમાનંદરામભાઈ પંચોલી

જન્મ તા. ૦૮-૧૦-૧૯૨૬

અથાગ પરિશ્રમદ્વારા સાંપડેલી પ્રગતિ, રિધ્ધિ-રિધ્ધિઅને જીવનભરના શ્રમયજ્ઞની ફલસિધ્ધિના આપ મૂર્તિમંતછો. જીવનની હરપલ આપે પરમ આનંદમાં વીતાવીછે. જીવનસંધ્યામાં સુધારણાના આપ હિમાયતી છો. જ્ઞાન-દાન અને વાંચન આપને હૈયેે વસ્યું છે. આથી જ આપને આ સન્માન પત્ર સપ્રેમ આપતાં શ્રી પંચોલી સેવા સમાજ - મુંબઈ ગર્વ અનુભવે છે.

વ્યક્તિગત જીવનરેખા

આપનો જન્મ બિલિમોરા મુકામે માતા પ્રેમીબેન અને પિતા રામભાઈના સંસ્કારી અને મધ્યમ વર્ગિય પરિવારમાંથયો. આપને શિરે ત્રણ નાના ભાઈઓ, એક બહેન તેમજ વિધવા માતાની જવાબદારી ૧૫ મે વર્ષથી આવી પડી; પણ સતત પરિશ્રમ અને પ્રારબ્ધના સાથે મુંબઈમાં આવી વસ્યા. એક નાનકડીજ્ગ્યાથી જીવનનો શુભારંભકર્યો. પ્રસન્ન દામ્પત્ય જીવનની વાડીમાં બે પુત્રો અને બે પુત્રીઓ ના આગમનથી જીવન ભર્યું ભર્યું. પણ પ્રભુને ન ગમ્યું, અને પત્ની પુષ્પાબેન નું પ્રાણપંખેરૂઉડી ગયું. ચાર સંતાનોની જવાબદારી માથે આવી પડી. જેના હૃદયમાં સાહસ અનેર્ધર્ય હોય એને માર્ગ મળી જાય છે. લોકવાયકાઅને ટિકાટિપ્પણીને પડતાં મૂકી સમાજ સુધારણામાંકદમ માંડ્યા અને બાળવિધવા સાથે પુનર્લગ્ન કરી બાળકોના ભણતર અને સંસ્કારની દિશા પ્રાપ્તકરી. પુત્રીઓને પણ સ્નાતક બનાવવાની હામ ભીડી. પગભર બનાવીને જ સાસરે વળાવવાની દીર્ધદ્રષ્ટિ એમને વાચન દ્વારા લાભી હતી. ભાઈની, ભાભીની અને એની પુત્રીની જવાબદારી પણ આજસુધી નિભાવેછે. આવું હતું એમનું સાદગીભર્યું પરિશ્રમી જીવન. પુનર્લગ્નનું જીવન પણ કસોટીમય, પત્ની ની માંદગીમાં પણ અજોડ સેવાકરી, આ હતી એમની અંતરની કરુણા.

સ્મરણીય સામાજિક ક્ષેત્ર

જીવનની વિટંબણાઓથી પર, પણ સમાજ સેવાનો અદમ્ય નાદ, સમાજના શૈક્ષણિક કાર્યમાં એમનું અમૂલ્ય યોગદાનનો પ્રવાહ આજે પણ અજોડ છે. દર વર્ષે સનાતન માસિકાઓને ૧૦૦૦/- રૂ. નું પારિતોષિક આપ સ્ત્રીશિક્ષણના બન્યા. કોઈપણ નવી યોજના હોય એમાં એમનું યોગદાન ન હોય એવું બને જ નહિ.

સ્મરણીય સામાજિક જીવનરેખા

  1. જમુભાઈના ભાઈ અને પરમમિત્ર
  2. સતત પરિશ્રમની અને નવા યુગના દૃષ્ટા
  3. શિક્ષણના હિમાયતી અને શિષ્યવૃત્તિના દાતા
  4. સમાજના કાર્યમાં સતત ઉત્સાહી
  5. શાંતઅને નિર્મળ સ્વભાવ, અને ઓછાબોલા
  6. પુત્રોઅને પુત્રીઓને પણ સમાજસેવાની દિશા આપનાર
  7. સમાજના પ્રત્યેક કાર્યમાં કાર્યક્ષમતાથી ઉપસ્થિતિ.
  8. પડતા ને ચડતીની દિશામાંદોરનાર
  9. સમયસૂચકતાના પારદર્શી

આપણા સમાજ રત્નોની નામાવલિમાં આપનું સ્થાન પ્રેરકછે. આપનું સરળવ્યક્તિત્વ, સુરેખવિચારસરણી, પ્રખર આત્મશ્રદ્ધા, સુચારુ આયોજન અને સમાજસેવાનાં ઉત્કૃષ્ટ કાર્યો વડે સંસ્થા-સમાજનેગૌરવ બનાવ્યોછે. આજના આ શુભ પ્રસંગે આપને "સમાજરત્ન" ના

ખિતાબથી અભિવાદન કરતા અમેે અનહદ્ આનંદ અનુભવીએછીએ પ્રભુ આપનેદીધૉયુ બક્ષેે, તન-મનની સુવાસથી આપ સમાજના વાતાવરણને સદાય પ્રફુલ્લિતરાખશો એજ અભ્યર્થના.


સન્માનપત્ર (તા. : ૧૯૯૮)

...

'સમાજરત્ન' જીતેન્દ્ર નગીનલાલ મિસ્ત્રી (બી. કોમ.)

આપના અધ્યક્ષ પદે આ દિપોત્સવી ઉત્સવનાં દિપક પ્રજવલિત કરી આનંદ અને ગૌરવ અનુભવીયે છીએ.

આપનો જન્મ મુંબઈ મુકામે ઈ. સ. ૧૯૩૨ માં થયેલ. આપનું વ્યકિતગત જીવત જેટલું તેજસ્વી છે. એટલું જ આપનું સામાજીક જીવન પણ ભાતિગળ છે.

વ્યક્તિગત જીવનરેખા

સિકકા નગરની ધી મોડર્ન સ્કુલમાંથી મૈટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ મુંબઈની વાણિજ્ય શિક્ષણ ની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સિડનમ કોલેજે ઓડ કોમર્સ એલ્ડ ઈકોનોમિકસમાંથી બી.કોમ. ની સ્નાતકની પરીક્ષા પાસ કર્યા બાદ જી.ઈ.સી. ગ્રુપની મુંબઈ સ્થિત કંપનીમાં એકાઉન્ટ આસીસ્ટંટ તરીકે ની કારકીર્દીથી શરૂઆત કરી, આપની કાર્યદક્ષતાને લીધે કંપની સચિવ અને સીનીયર એકઝીકયુટીવ ઓફિસર સુધીનાં માનનીય હોડ્ડા સુધી પહોંચેલ જે દરમ્યાન નવીદીલ્હીના ફોરીન ટ્રેડ ઇન્સ્ટીટયુટ તરફથી યોજાયેલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન લેસીંગ ઓવરસીઝ માર્કેટસ સત્રમાં પ્રતિનિધિ તરીકે પણ આપશ્રીએ ભાગ લીધો હતો.

ક્રિકેટ અને ટેબલ ટેનીસ ઉપરાંત જીવંત કલર ફોટોગ્રાફી એ આપતો વિરોષ શોખ રહ્યો છે. ભારત ઉપરાંત વિદેશોમાં - ઇંગ્લેંડ, અમેરીકા, કેનેડા, જાપાન, જર્મતી, ઇટાલી, ફ્રાન્સ, નોર્વે, સ્વીડન અને ઝેકોસ્લોવાકિયા જેવા દેશોમાં આપતી કલર સ્લાઇડ ત્યાંના વિશ્વસ્પર્ધા પ્રદર્શનમાં પ્રદર્શિત થઈ છે અને એ પૈકી કેટલાક દેશોમાંથી શિલ્ડ્સ, મેડલ કે પ્રથમ ઈનામો આપને મળેલ છે. ડો. રાધાકૃષ્ણત, પંડિત નેહરુ, ઈદિરા ગાંધી, મોસરજી દેસાઈ, લાલબહાદુર શાસ્ત્રી અને કૃષ્ણમેનન જેવા વિશ્વ પ્રસિદ્ધ નેતાઓની આપે લીધેલ તરવીરો અગ્રગણ્ય સમાયિકોમાં પ્રસિદ્ધ થયેલ છે.

શ્રી પંચોલી સેવા સમાજ, મહામંડળનાં ઈ. સ. ૧૯૬૫માં નવસારી મુકામે યોજાયેલ અધિવેશનમાં ભારતભરતાં પ્રાકૃતિક ધામો ત્યા પ્રકૃતિની કલર સ્લાઈડોનું પ્રક્ષેપણ અને તેનું લાક્ષણિક રશૈલીમાં રજુ કરેલ વર્ણન દ્વારા સભાજનોને મુગ્ધ બનાવી આપે અપ્રતિમ પ્રસિદ્ધિ મેળવી હતી.

ઇ. સ. ૧૯૭૦માં જાપાનનો "પેલ્ટેક્ષ" કેમેરા કંપનીની સુવર્ણ જયંતી નિમિત્તે યોજાયેલ વિશ્વફોટો સ્પર્ધામાં આપની ચાર કલર સ્લાઈડોને કાંસ્ય મેડલ એનાયત થયેલ. સમસ્ત ભારતમાંથી આવા મેડલો જીતનાર ફકત બે જ વ્યકિતમાનાં આપશ્રી એક હતાં. અમેરીકન એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ સાથે 'હાઝલબ્લાડ' નામનો જે કેમેરા ચંદ્ર ઉપર મોકલાયો હતો તેવો કીમતી કેમેરા આપ વાપરતા હતા.

આપે એશિયાની મોટામાં મોટી "નવજીવન કોઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.” નાં એક વખતતાં મેનેજીંગ કમીટીનાં સભ્ય તરીકે અને ત્યાર બાદ ખજાનચી તરીકે ભૂમિકા નિભાવી છે.

સામાજીક જીવન રેખા

આપણા સમાજમાં, વંશપરંપરાગતથી સમાજસેવાનાં આદર્શ ધરાવતા બહુ જુજ કુટુંબો છે. આપનાં પિતાશ્રી સ્વ. નગીનલાલ પ્રાણજીવનદાસ મિસ્ત્રીએ આ સંસ્થાનાં સ્થાપતા કામથી પ્રમુખની રૂએ દિર્ઘ સમાજ સેવા કરેલ. આપે આપના પિતાશ્રીની સેવાનાં આદર્શને તેમના ઉત્તરાધિકારીની રૂએ ખુબજ સક્રિય રીતે વિકસાવ્યો છે. પિતા-પુત્ર કેટલીકવાર સામાન્ય આમને સામનેની વિચાર શ્રેણીમાં વિહરતાં જોવાયાં છે. બહુ ઓછી વ્યક્તિઓ આ રીતે વિચાર સ્વાતંત્ર્યની ગરિમા પ્રદર્શિત કરી શકે છે.

જો કે સમાજ સેવાના ક્ષેત્રે આપવું આગમન "સમાજ રત્ન" શ્રી ડાહયાભાઈ દુર્લભદાસ મિસ્ત્રીને આભારી રહયું છે. ઈ.સ. ૧૯૫૩-૫૪ થી શરૂ થયેલી આપની સેવાકીય કારકિર્ડી સમાજનાં મંચ ઉપર એક-ધારી રીતે વિધમાન બની રહી છે. જે દરમ્યાન એક વર્ષ પ્રમુખ, ત્રણ વર્ષ ઉપ-પ્રમુખ, એક વર્ષ સહમંત્રી, બાર વર્ષ કારોબારી સભ્ય રહી અને છેલ્લા તેર "સમાજ કલ્યાણ ભંડોળ" મુખ્ય વહિવટકના તરીકે ઉત્કૃષ્ટ સેવાનાં ગુણોથી આપશ્રીએ આ સંસ્થાને વિકસાવી છે.

ઓપેરાહાઉસ મધ્યે આવેલ આપની ઓફિસ સંધ્યા ટાણે "સેવા સમાજ" મુંબઈની ગતિવિધિમાં રૂપાંતરિત થઈ જતી. ઈ.સ. ૧૯૫૦ થી ૬૧ અને ઈ.સ. ૧૯૭૦-૭૧ દરમ્યાન યોજાયેલ કાર્યકમોના સુવેનીયરોમાં વખતોવખત સૌથી વધુ જાહેર ખબરો મેળવી આપીને તે દ્વારા વિક્રમી ભંડોળ એકત્ર કરવાનાં આપ મુખ્ય પ્રાયોજક બતી રહેતા. રજત જયંતી પ્રસંગે પ્રમુખની રૂએ આદમ્ય ઉત્શાહ અને પરિશ્રમથી "સમાજ રત્ન” શ્રી ડાહયાભાઈની જોડે રજત જયંતી વર્ષની ઉજવણીમાં આયોજત અને વ્યવસ્થા શક્તિનો અદભૂત સમન્વય આપે યોજ્યો હતો. જે કારણે રજત જયંતી વર્ષને, ૨૫ સામુહિક યજ્ઞ કુંડ નિર્માણ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અતે રજત જયંતી વર્ષ નિમીતે સમાજનું ભંડોળ રૂા. ૨૫,૦૦૦/- તો વટાવીને અવિશ્મર્ણિય બનાવી દીધલ અને આપ એ વર્ષે "રજત પદક" મેળવવાના અધિકારી બવ્યાં હતાં.:

એ પછીનાં વર્ષોમાં પણ સંસ્થાનું નવું બંધારણ, "સમાજ કલ્યાણ ફંડનુ" બંધારણ, વસ્તી પત્રક-૧૯૮૯ નાં ડ્રાફ, રામનવમી પ્રસંગે પોસ્ટકાર્ડ દ્વારા ટીપ ઉઘરાવવાની યોજના, અને તેર વર્ષથી "સમાજ કલ્યાણ ફંડ" નાં મુખ્ય સંચાલક તરીકે આપે આપની ઉચ્ચતમ, રચનાત્મક અને સર્જનાત્મક બુદ્ધિ પ્રતિમાનો પરિચય દાખવ્યા છે. તદઉપરાંત "મહામંડળ" ના પાયાની રચના અને "પંચોલી ઈતિહાસ દર્પણ" નાં સંશોધનમાં " સમાજ રત્ન" શ્રી ડાહ્યાભાઈનાં સહયોગી રહીને, મહામંડળમાં એક વર્ષે સહમંત્રી, એક ઉપપ્રમુખ અને બે વર્ષ ખજાનચીના હોદા પર બિરાજીને વિચાર વિનીમય અને નિતીના સુરેખ યાતૃર્યભરી રજુઆતથી અનેક સભાઓ ગજવી, નિખાલસ ભાવે મુંબઈ અને નવસારી, સુરત, વ્યારા, નવાપુર, વડોદરા, અમદાવાદ, રાજપિપળા, સંખડા, બહાદુરપુર અને છોટા ઉદેપુર જેવા દૂરના સ્થાનો એ સંસ્થાનો અવાજ બુલંદ બનાવેલ છે. આપની સાર્વત્રિક અને સર્વગ્રાહી સેવાનાં પ્રતીક તરીકે આ સંસ્થાની સુવર્ણ જયંતિ પ્રસંગે "વિશિષ્ટ સમાજ સેવાનાં સુવર્ણ પદક" થી આપને સનમાનીત કરવામાં આવ્યા હતાં. આપા પ્રથમ "સમાજ રત્ન" શ્રી ડાહયાભાઈ દુર્લભદાસ મિસ્ત્રીનાં નામ સાથે આપશ્રીનું નામ અવશ્ય ઉપસી આવે છે. આપ બન્ને એકમેકનાં પુરક પરિબળો છો, કે જેમની જોડી ને સામાજીક રીતે ભાગ્યે જ વિખૂટી પાડી શકાય,

આમ આપશ્રીનાં દૈદિપ્યમાન વ્યકિતત્વ, સુરેખ વિચાર શક્તિ, પ્રચંડ આત્મ શ્રધ્ધા, પ્રખર વકવ્ય, સંગીન અયોજન શક્તિ, દૃઢ સંકલ્પ શક્તિ, સિધ્ધાંત પ્રિય છતાં ખેલદીલ, નૈતિક મુલ્યોના પહેરી અને એકધારી સાડાયાર દાયકા ઉપરની દિર્ઘ આજીવન સમાજસેવાનાં ઉિત્કૃષ્ટ કર્તવ્યો વડે આપે આ સંસ્થાને અને સમાજને ગર્વિસ્ટ બનાવેલ છે, એટલે જતાં શુભ પ્રસંગે આપશ્રીને "સમાજ રત્ન" નો દ્વિતીય ખિતાબ આપી આપનું અભિવાદન કરતાં અમોને અનહદ આનંદ થાય છે. પ્રભુ આપને દીર્ઘાયુ અને તન-મનની તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના સાથે આ સંસ્થા અને સમાજને આપની સેવાયુક્ત પ્રતિભાથી પ્રભાવિત કરતાં રહેશો એજ અભ્યર્થના.


Image 1
Image 2
Image 3
Image 4
Image 5
Image 1
Image 2
Image 3
Slide 1
Slide 2
Slide 3
Slide 4
Slide 5